રાઝ તારા દિલનું જાણવા માગુ છુ
રાઝ તારા દિલનું જાણવા માગુ છુ
તારા ભીતરે હું ઝાંખવા માંગુ છું,
રાઝ તારા દીલનું જાણવા માંગુ છું.
દુનિયાની સર્વ ખુશીઓ આપવી તને,
ખુશી તારા હૈયાની હું બનવા માંગુ છું.
સાથ જોઈએ છે તારો જીવનભર,
જિંદગી તારી સાથે માણવા માંગુ છું.
થાય ઇતિહાસમાં અમર નામ આપણું,
બસ એવું દિલથી તને ચાહવા માંગુ છું.
ખુશીઓથી છલકાઈ સદા તારા નયન,
ખુશીઓની વણઝાર તને આપવા માંગુ છું.
મારા હૈયે તો મૂરત બની બેઠા તમે!
તારા હૈયે મારું સ્થાન જાણવા માંગુ છું.

