બાણ સમાં છે તારા નશીલા નયન.
બાણ સમાં છે તારા નશીલા નયન.
તનને સ્પર્શી રહ્યો છે આ મંદ મંદ પવન,
તારા આગમને મારું જીવન બને ઉપવન.
જાણે !રણકી ઉઠે મારા જીવનમાં સંગીત,
તારા આગમને મહેકી ઊઠે મારું તનબદન.
તું તો જાણે ! અદભુત અલબેલી વસંત,
તારા થકી મહેકે મારા જીવનનો ચમન.
તું માંડે ડગ તો જોને ધરા પણ જન્નત બને !
તારા થકી પવિત્ર થાય મારા હૈયાનું આંગન.
કેવું અદભુત રૂપ બક્ષ્યું છે ઈશ્વરે તને !
જાણે ! કમળ જેવું કોમળ છે તારું વદન.
તારી એક નજરથી હૈયું મારું થાય ઘાયલ,
જોને બાણ સમાં છે તારા નશીલા નયન !

