Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

અહંકારને ઓગાળી લઈએ

અહંકારને ઓગાળી લઈએ

1 min
30


ચાલ બધું ભૂલી એકબીજામાં ભળી જઈએ,

એક સોનેરી સાંજે આપણે મળી લઈએ,


શબ્દોની ક્યાં જરૂર છે લાગણી વ્યક્ત કરવા,

એકબીજાના મૌનને આપણે કળી લઈએ,


એકબીજા માટે આપણે ફના થઈ જવા,

મનમાં રહેલા અહંકારને ઓગાળી લઈએ,


એકમેકમાં ભળવા આપણે હુંપણું છોડીએ,

સાથે મળી આપણે પથ્થરને પીગાળી દઈએ,


ભલે ને હોય અમાસ જેવી અંધારી રાત્રિ,

સાથે મળીને જીવન આપણે ઉજાળી લઈએ,


સાથે મળીને જીવનસાગર પાર કરીએ,

એકબીજાને આપણે સંભાળી લઈએ,


હાથમાં હાથ પકડી ડગર પર ચાલીએ,

એકબીજાની મુસીબત આપણે ટાળી દઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance