તારો દરજ્જો ખાસ છે
તારો દરજ્જો ખાસ છે
દૂર નથી તું, છે મારા રૂહની આસપાસ,
નજરોથી દૂર પણ દિલની સાવ પાસ છે,
પ્રેમ કરું છું તને હું જાતથી પણ વધારે,
મારા જીવનમાં તારો દરજ્જો ખાસ છે,
દુનિયાના સઘળા સુખો છે મારી પાસ,
પણ તને મેળવવાની એક હૈયે છે આશ,
મુખડું તારું નુરાની, અદા છે તારી નિરાળી,
ઈશ્વરે તને જાણે ઘડી છે સૌથી ચકાસ !
મારી ગઝલના શબ્દમાં હોય તારો ઉલ્લેખ,
મારી ગઝલનો જાણે તું છે અદ્ભૂત પ્રાસ !

