Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajdip dineshbhai

Romance

4  

Rajdip dineshbhai

Romance

બીજું શું ?

બીજું શું ?

1 min
10


બળતા રહીશું અમે તો તમારા ઉપર બીજું શું ?

જો તમને ઠંડી લાગે તો તાપણી કરી લેજો બીજું શું ?


'આવજો' આવું ઘડી ઘડી તો નહીં કહેવાય,

જ્યારે આવવાનું મન થાય આવી જજો બીજું શું ?


ફાવે તો ફવડાવી લેજો અને જો ન ફાવે તો, 

એક ફોન કરી વાત કરી લેજો બીજું શું ?


અંહી તો કડવું બોલવું પણ થશે, 

વધારે લાગે તો ગોળ ખાઈ લેજો બીજું શું ?


પ્રેમની વાતો પણ કરું છું ને તમને પણ શીખવાડીશ, 

ન ફાવે તો ના કરતાં, બીજી વાતો કરી લઈશું બીજું શું ?


ચા પીવી હોય તો વહેલા આવી જજો, ઠંડી થઇ જશે પછી તો શું ?

ગરમ કરીને પીવડાવી દઈશ બીજું શું ?


લખી પણ લઉં છું થોડું ઘણું કવિતા જેવું,

તમને સંભળાવી દઈશ, તમે બીજાને સંભળાવ જો બીજું શું ?


થોડો ઘણો બીમાર પણ રહુ છું, 

મારી સંભાળ પણ લેજો, સાજો થઈ જઈશ પછી બીજું શું ?


તમે ગેરહાજર ન રહેતા ને હું પણ નહીં રહું, 

ને જો રહું, તો ગેરહાજરીમાં હાજરી પુરાવજો બીજું શું ?


ઘણા પ્રશ્નો થશે તો આપ લે કરજો, 

ન મળે જવાબ તો દૂર ના થતા બીજું શું ?


બાય બાય કરવાનું તો મન નહીં થાય, 

જ્યારે જવાનું થાય ત્યારે કહીને જજો બીજું શું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance