તું મારી આસપાસ છે
તું મારી આસપાસ છે
તારા વિના મારું હૈયું સાવ ઉદાસ છે,
પ્રકૃતિના કણ કણમાં તારી તલાશ છે.
તારી મુલાકાત માટે તરસે છે મારું હૈયું,
તારા થકી જ તો ચાલે મારા શ્વાસ છે.
દુનિયાના દરેક ખૂણે તને શોધે મારી આંખડી,
મારા રોમેરોમમાં તને મળવાની પ્યાસ છે.
દીદાર થાય તારા જ્યારે મારી આંખડી ને,
ત્યારે જ તો મારા ભીતરે થાય હાશ છે.
તારા રૂહથી મારા રૂહ સાથે વાત થાય છે,
ત્યારે લાગે છે કે તું તો મારી આસપાસ છે.

