મારી લાઈફ લાઈન બનીને આવી
મારી લાઈફ લાઈન બનીને આવી
તું તો મારી લાઈફ લાઈન બનીને આવી,
મારી જિંદગીમાં તું સેંકડો ખુશીઓ લાવી,
મારી જીવન નાવમાં પડ્યું જ્યારે કાણું,
ત્યારે તું આવી લઈને ખુશીઓની લહાણું,
દિવસો હતા મારા કપરા, રાત હતી વિરાન,
તું બનીને આવી જીવનમાં મારો બાગબાન,
પડી ભાંગી હતી સાવ હું તો, સૌ હતા પોતામાં મગન,
તે આપી પ્રેરણા આપી મજાનું આલિંગન,
જ્યારે જીવનમાં સામટી આફત આવી ચડી,
ત્યારે તું જ તો ફરીસ્તો બની મારી વારે ચડી.

