મારી વાર્તાનો અસલી હીરો છે તું
મારી વાર્તાનો અસલી હીરો છે તું
જિંદગી બની ગઈ મારી ગુલઝાર,
જ્યારે તારો સ્નેહ મળ્યો અપાર,
તારા થકી રોશન મારું ભાગ્ય છે,
તારા થકી કંસાર જેવો બન્યો સંસાર,
તકલીફમાં આપ્યો તે સંપૂર્ણ સાથ,
આપ્યો તે પોતાના બની સુંદર સહકાર,
સફળતાના શિખરે પહોંચી ચૂકી છું,
તે આપ્યો મારા જીવનને સુંદર આકાર,
તું મારી વાર્તાનો અસલી હીરો છે,
તારા થકી થયા મારા સપનાં સાકાર.

