દરિયામાંથી જાણે એક નદી નાસી ગઈ
દરિયામાંથી જાણે એક નદી નાસી ગઈ
રસ્તામાંથી એક મંજિલ છટકી ગઈ
દરિયામાંથી જાણે એક નદી નાસી ગઈ,
ઊંઘમાં એક સપનું ભરાયું હતું
મારે તો સપનામાં એક નિંદર સૂઈ ગઈ,
વૃક્ષનો પડછાયો ક્યાંક છુપાઈ ગયો
જાણે જમીનની માટી સ્મશાનમાં દટાઈ ગઈ,
ફૂલોમાં રંગ નથી, નથી પતંગિયા જીવતા
હારી ગઈ કળી, બધી જ પરાગરજ પડી ગઈ,
પડી ગયા પાંદડા વગર પાનખરે
હલ્કા માણસોને એક વસંત હરાવી ગઈ,
નથી બોલાવવા લખતા કોઈને
લે, રાજદીપની પાછી એક કલમ છટકી ગઈ.

