હૈયે અગણિત શમણાં રચાવીને બેઠાં
હૈયે અગણિત શમણાં રચાવીને બેઠાં
હૈયે અમે તમને વસાવીને બેઠાં છીએ,
દિલમાં કેટલાય દર્દ છૂપાવીને બેઠાં છીએ,
આખું આયખું વિતાવવું છે તમારી સાથે,
મનમાં કેટલાય મનોરથ સજાવીને બેઠાં છીએ,
અમૂલ્ય છો તમે,જાતને કિંમતી બનાવવા,
સોનાની જેમ અગ્નિમાં તપાવીને બેઠાં છીએ,
કોઈ નહીં છીનવી શકે તમને અમારાથી,
એવું અદ્ભૂત ભાગ્ય લખાવીને બેઠાં છીએ,
તમારા મિલન થકી મળી જશે જન્નત,
તમારા મિલનની આશ લગાવીને બેઠાં છીએ,
તમારા સંગે પાર કરવો મારે જીવનનો સાગર,
હૈયે અગણિત શમણાંઓ રચાવીને બેઠાં છીએ.

