રૂહમાં ઊઠે જાણે કંપન
રૂહમાં ઊઠે જાણે કંપન
મને તો ગમે છે આ તારા ગાલોનું ખંજન,
તારા મિલન માટે તોડી નાખી હું સૌ બંધન.
મારા રોમેરોમમાં જાગે અઢળક શમણાં,
તારી યાદોથી રૂહમા ઊઠે જાણે કંપન !
તારી મુલાકાતનું મને પણ લાગ્યું ઘેલું,
જોઈ વૃક્ષ અને વેલીનું અદભુત આલિંગન.
તારા વિના સુની છે મારા હૈયાની ધરતી,
ઝલક દેખાડી હરિયાળું બનાવ મારું આંગન.
બાગે ખીલ્યાં છે અવનવાં રંગબેરંગી ફૂલો,
મને બેહદ મદહોશ કરે છે ભમરાનું ગુંજન.

