તારી ને મારી વાર્તા
તારી ને મારી વાર્તા
મનમોહક રૂપ તારું, મનમોહક સ્મિત છે,
મારી જાત કરતા વધારે તારા માટે પ્રીત છે.
જીવન બની ગયું મારું જાણે સાત સુર સમુ !
બસ મારા હોંઠોનું તું મધુર મજાનું ગીત છે.
તારી પ્રિતને પહેરાવ્યા છે મે શબ્દોના વાઘા,
તારા પ્યારને વ્યક્ત કરવાની મારી એ રીત છે.
તારા થકી ચાલે છે મારા શ્વાસોની સરગમ,
તું જ મારા હૈયાનું મધુર મજાનું સંગીત છે.
ફૂલ અને ખુશ્બુ જેવો મધુર નાતો આપણો,
તુજ મારો પ્રિયતમ અને તુજ મારો મિત છે.
જિંદગીની લડત તારી સાથે મળી લડવી છે,
તારા સંગાથે મેળવવી જીવનમાં મારે જીત છે.

