STORYMIRROR

Bharat Thacker

Romance Inspirational

4  

Bharat Thacker

Romance Inspirational

પ્રેમનું પંચામૃત

પ્રેમનું પંચામૃત

1 min
676

આપણા બંનેનો જીવનભરનો સાથ જિંદગીનું અમૃત છે

આપણું પાનખરના તરફનું પ્રયાણ, પ્રેમનું પંચામૃત છે

આધી, વ્યાધી અને ઉપાધિની ભલે હોય આપણી ઉંમર

નીતરતી જતી વાસના વચ્ચે આપણો પાકટ પ્રેમ સારભૂત છે


મા-બાપની કાળજી અને બાળકોનો સરસ ઉછેર થકી મન પુલકીત છે

પાછા વળીને જોઈએ તો સારા જીવન માટેનું સંતોષભર્યું સ્મિત છે

આધી, વ્યાધી અને ઉપાધિ ની ઉમર તો લાગુ પડે છે સહુને

‘આખરે તો આપણે બે’ એ જ જીવનની સચ્ચાઈ ગર્ભિત છે


જિંદગીના અસ્તાચલ તલે નિખરી અલૌકિક પ્રીત છે

‘બે ઓછા એક બરાબર એક નહીં’, પણ શૂન્ય એવું થાય પ્રતીત છે

આધી, વ્યાધી અને ઉપાધિ ની આ ઉમરે સતાવે છે એક બીક

સાથ છૂટી જશે તો શું થાશે ? એ ખ્યાલ કરે ભયભીત છે


Rate this content
Log in

Similar gujarati poem from Romance