દિલ ના એક ખૂણામાં
દિલ ના એક ખૂણામાં
1 min
392
દિલના એક ખૂણામાં તારો ધબકાર રાખ્યો છે,
નાના અમથા શબ્દોનો ભાર રાખ્યો છે.
દિલના એક ખૂણામાં જીવંત તારી યાદ રાખી છે,
તારી ચિંતા કરવાનો અધિકાર રાખ્યો છે.
દિલના એક ખૂણામાં તારી તસ્વીર રાખી છે,
તારા નામનો હજી શણગાર રાખ્યો છે.
દિલના એક ખૂણામાં તારા આવવાની આશ રાખી છે,
સાથે જીંદગી જીવવાનો કરાર રાખ્યો છે.