તું એટલે
તું એટલે
જો સાગર છું હું તો કિનારો તું છે,
મારાં જીવનનો હવે તો આરો તું છે,
મકાન હૃદયનું સાવ ખાલીખમ હતું,
એ ટક્યું છે કારણ કે મિનારો તું છે,
જોઈ શકું છું મારાં હૃદયમાં તને હું,
આંખોમાં રહેનારો એ ચહેરો તું છે,
તને મળીને હવે પામ્યો છું પૂર્ણતા,
છે કારણ એટલું કે પ્રેમ મારો તું છે,
જીવનમાં કશીય તકલીફ રહે નહીં,
મને દુઃખોમાં મળતો સહારો તું છે !

