STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

ચહેરો

ચહેરો

1 min
312

અનેક ચહેરાઓ જોયા તેમાં,

તમારો ચહેરો ગમી ગયો,

સુકાઈ ગયેલ મારા જીવનમાં,

પ્રેમનો દિપ પ્રગટાવી ગયો.


તેની મધુર મહેંકથી મારા,

મનને તરબોળ કરી ગયો,

જીવનની પાનખરમાં મુજને,

વસંતની જેમ ખીલાવી ગયો.


તમારો ચહેરો મારા હૈયામાં,

પ્રેમનો આવેગ વધારી ગયો,

પથ્થર જેવા મારા દિલને,

કોમળતાથી પીગળવી ગયો.


તમારો સુદર ચહેરો જોઈને,

મદહોંશીમાં ડૂબી ગયો,

તમને સદાય પામવા મારા,

મનને પ્રબળ બનાવી ગયો.


તમારા ચહેરાનું સ્મિત જોઈને,

હું પણ ખૂબ મલકાઈ ગયો,

તમારું નિખરતું યોવન જોઈને,

"મુરલી" ભાન ભૂલી ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance