તુ
તુ
તુ કુદરત તણી કરામત છે કે હૃદયની મરામત
તુ કલમનો અધુરો શણગાર છે કે સંપુર્ણ ખત
તુ ભરપુરતાથી છલકાયેલી મીઠપ તણી ગાગર
તુ અધમુઆને અધુરા જીવ પુર્ણ થઇ અછત
તુ હૈયેથી નીકળેલ આહથી વાહ તણી સફર
આ કુચડાય ગયેલા દિલને પંપાળતી માવજત
તુ જીવન તણા અધુરા હાથની રચાયેલી મેંદી
તુ અટપટાને અવળા મારગડે મટેલી કનડગત
તુ જ હવે આ જીવન તણી રીત પ્રીત અને હિત
તુ આકૃતિ પ્રકૃતિ ને તુ જ જીવન દેનાર કુદરત

