રાસ
રાસ
હે ઢોલ વગાડો તાલ પુરી,
મન મૂકી રાસ રમવો છે,
હૈયે હરખ નો સમાય,
પ્રિયજનનો સાથ હોય,
ને શરદપૂનમની રાત હોય મજાની,
એ ઓચિંતો તાલ ક્યાંથી લાવ્યા.
હૈયું નાચી ઉઠે હરખથી,
ઢોલિડા આવો તાલ ક્યાંથી લાવ્યા,
પથ્થરની મૂર્તિમાં પણ કંપારી ગજબની થાય,
દાંડિયાની કટકટથી ને તમારા ઢોલના તાલથી.
નવયૌવના મંદમંદ મલકાઈ ઉઠે,
સંગ વાલમનો હાથ હોય ને,
પગ ન રહે લગામમાં,
આવો તાલ ક્યાંથી લાવ્યા,
તમે તાલ થકી આવું કેવુ બંધાણ બાંધ્યુ,
તમારા શૂરે તો ગજબનો ઘેલાપો લગાડ્યો.

