વધાઈ તમને વાલમ આપું
વધાઈ તમને વાલમ આપું
વધાઈ તમને વાલમ આપું જન્મદિનની વધાઈ,
દિલનાં આંગણેથી તમને આપું જન્મદિનની વધાઈ.
ન ફૂલો આપું, ન લાવું હું તો દુન્યવી સોગાત,
મનને ખૂણે ખૂણેથી મોકલાવું નીતનવા હું ઉપહાર...વધાઈ તમને.
શબ્દોથી શણગારૂં સાજન તમારો જન્મદિવસ,
લાગણીના ઉજાસથી સજાવું તમારો જન્મદિવસ...વધાઈ તમને.
ન મેળાવડો લોકોનો, ન ટોપલાં શુભેચ્છાઓનાં,
અંતરનાં દીવા પ્રગટાવી પૂરા કરું ઓરતા જીવનનાં...વધાઈ તમને.
ખોટા ન કોઈ ખર્ચ, ન કોઈ મોટી ઈચ્છાઓ,
બસ તમને જાણું તમને સમજું એ જ તો અપેક્ષાઓ...વધાઈ તમને.
તમારા જન્મદિનનો છે એક રંગીન અહેસાસ,
મનની આંખ વાટ જુએ પ્રતિપળ આ જન્મદિનની ખાસ !
વધાઈ તમને વાલમ આપું જન્મદિનની વધાઈ,
દિલને આંગણેથી તમને આપું જન્મદિનની વધાઈ.

