યાદ તારી
યાદ તારી
વરસે વાદળ ત્યારે આવે તારી યાદ
ભીંજાય ચુની મારી, ત્યારે આવે તારી યાદ
કેશ મારા ભીંજાય ને આવે તારી યાદ
જોબન કરે યાદ તને, જયારે આવે લહેર પ્રેમની,
યે મંદ મંદ લહેર, મારા મનડા હરી જાય,
ચોટી સાડી મારી, અંગે અંગ સમી,
નશો હતો એક તારો, ને અંગે અંગમા પ્રસરી ગયો,
અગ્નિ બાળે તેમ બળી રહી હુ આજ સાજન,
હવે તો આવો, જોતી રાહ હું, બસ ઝુરીઝુરીને સાયબા.

