મનની વાત
મનની વાત
શું યાદ છે તને એ ચાંદની રાત,
કરી હતી તને મેં મારા મનની વાત,
શરમથી નમાવી હતી તેં પાંપણ,
જાણે અંધકારને આપી રહી તું માત,
બસ રાહ જુએ હવે આ દિલ હર ક્ષણ,
ક્યારે થશે તારી સાથે ભવોભવની વાત,
કોઈ અકથ્ય વેદના ડંખે મને હર ક્ષણ,
ક્યારે કહીશ તું મને તારા દિલની વાત,
વિરહની વેદનામાં ઘવાય હર ક્ષણ,
હા કહીને કરી દે ને એક મુલાકાત.

