STORYMIRROR

Sweta Sardhara "shwetgzal"

Romance

3  

Sweta Sardhara "shwetgzal"

Romance

સ્મરણો

સ્મરણો

1 min
189

હૃદયના ત્રાજવામાં થોડાક સ્મરણો જોખું છું,

જીભની મીઠાશ કાજ તમારી વાતો ચાખું છું,


હવે તો વિદાય આપી દયો તમારા હૃદયમાંથી

અઢળક યાદોનું દર્દ બની તમારા મનમાં દુખું છું,


વગર મંજૂરી એ ગમે ત્યારે આવો છો સ્મરણમાં,

ના ફૂલ, ના ચોખા, હું તો તમને ગઝલથી પોંખું છું,


જાણું છું નથી સંભવ રૂબરૂ મુલાકાત દિવસની

હું તો સ્વપ્નમાં મળવા બસ એક રાત જંખુ છું,


બધા રંગો એમને મુબારક જેના નસીબમાં તમે

હું તો તમને શુદ્ધ, બેદાગ અને "શ્વેત" લખું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance