ઝરૂખો ચૂક્યો ધાર
ઝરૂખો ચૂક્યો ધાર
1 min
965
પદમા થાક્યા નેજવા, ઝરૂખો ચૂક્યો ધાર
મીટ માંડતી ઘેલી થઈ, ઘુમતી ધરા અટાર..પદમા
પ્રીત કરી ને માંગડા, શીદ ને ચૂક્યો રીત
ભોંઠપ લાગી શું તને, મારવી સંગાથ લટાર..પદમા
ભવ અમે તો તુને સોંપ્યો, ભેળા દીધા ભેખ
ભણ્યા વીણ શું ભણું, દેત દલડામાં કટાર...પદમા
ખોટ પડી અમ ખોળીયે, હૈયુ નાખે નિત ધા
શું નેહ મા કુનેહ દીઠો, મૂક્યા એમ મજધાર..પદમા
નેજવા થાક્યા ઝરુખે, હવે ભણે હિતદાન
આંટીયાળી પાઘડી ને, ગોતે અશ્વરો સવાર...પદમા
