અડશો મા વિખેરાઈ જાશુ
અડશો મા વિખેરાઈ જાશુ
1 min
288
અમને અડશો મા નકર વિખરાય જાશુ
કરશો મા દુઆ જીવનની નકર મરી જાશુ...અમને અડશો
હાલ્યા 'તા ઝળહળતા દીપ જોઈ માર્ગે
થયા અધ્વક અજાણ શું ખબર ક્યાં જાશુ...અમને અડશો
ભરચક નગર મા શોર ભર્યો છે ભયાનક
જડશે શાંત શેરી તો એકલા ઘુસી જાશુ.. અમને અડશો
પુષ્પોની મહેક ધુંધવાય ગઈ મહેલમાં
હવે થાશે 'હિત' તો કુબલડે કળાઈ જાશુ... અમને અડશો.