જુગે જુગે ચારણો
જુગે જુગે ચારણો
મોટા મોટા નરપતિ ના પાણી અમે માપ્યા છે
હુલાળા લેતા હમીરાઓ ને તસ્વીરે ટાંપ્યા છે
હિન્દુસ્તાનથી મુલતાન ઠેઠ વ્યાપકમાં વ્યાપ્યા છે
જુગે જુગે ચારણો એ પ્રમાણ જગત ને આપ્યા છે,
નાગબાઈ રૂપ જુનાણ પલટાવ્યા છે
વરુડી રૂપ કુલડીમાં કટક જમાડયા છે
કંકુ કેસર રૂપ ધરી કળજુગે સંસ્કાર આપ્યા છે....જુગે જુગે
ઇશરદાસે સાયર માં ઘોડલા હંકાર્યા છે
સાયાંજી ઝૂલા એ હરિના વાઘા ઠાર્યા છે
વીર વિહળ રાબા એ ધીંગાણે શીશ કાપ્યા છે....જુગે જુગે
રાજબાઈ રૂપ દલ્લી ગઢ ગજાવ્યા છે
જીવણીએ સિંહણ ના રૂપ બતાવ્યા છે
દેશાણાવાળી ડોકરીના જગતે નામ જાપ્યા છે....જુગે જુગે
ક્યાંક મોગલના રૂપ ક્રોધાળ ભળાયા છે
કરુણાની મૂરત સોનબાઈ નિહાળ્યા છે
વાલોવડ જેતબાઈ એ મહીડા ના રાજ ઉથાપ્યા છે....જુગે જુગે
હિતદાન આવા કંઈક દાખલા દાખ્યાં છે
ઉપાડતા ને પગતળી રાજવીઓ ને ભાપ્યા છે
ભલભલા ને ભગવતી એ થાપ્યા ઉથાપ્યા છે....જુગે જુગે
