STORYMIRROR

કવિ હિતદાન ગઢવી

Others

3  

કવિ હિતદાન ગઢવી

Others

તું

તું

1 min
163

તું કુદરત તણી કરામત છે કે હૃદયની મરામત

તું કલમનો અધૂરો શણગાર છે કે સંપૂર્ણ ખત,


તું ભરપૂરતાથી છલકાયેલી મીઠપ તણી ગાગર

તું અધમૂઆ ને અધૂરા જીવ પૂર્ણ થઈ અછત,


તું હૈયેથી નીકળેલ આહથી વાહ તણી સફર

આ કચડાય ગયેલા દિલને પંપાળતી માવજત,


તું જીવન તણા અધૂરા હાથની રચાયેલી મેંદી

તું અટપટા ને અવળા મારગડે મટેલી કનડગત,


તું જ હવે આ જીવન તણી રીત, પ્રીત અને હિત

તું આકૃતિ પ્રકૃતિ ને તું જ જીવન દેનાર કુદરત.


સામગ્રીને રેટ આપો
લોગિન