હવે આવ તું
હવે આવ તું
1 min
558
ઘડી ઘડી નજર નાખી આશા ના જગાડ તું,
ઠરેલી અગન જાળ ને અંગાર ના અડાડ તું,
આંખોમાં સમાયેલા છો શુંં કામ કરે છે શંકા
ઘાયલ દિલના જખમ પર નમક ના લગાડ તું,
જખમ પર લગાવી નમક શું કામ વધુ તડપાવે
તારી તરફ વધતા પગલા ને પાછા ના પા'ડ તું,
બગડી રહ્યો સમય સુખનો તમારા વિના
લંબાવી લંબાવી ને વધુ હવે વધુ ના બગાડ તું,
મજબૂરીનો મારેલો હતો 'હિત' હું તો
હવે રિસામણા મૂકીને જરી લડાવ ને લાડ તું.
