જરા માટે
જરા માટે
1 min
457
છે આનંદ આકર્ષીય, પણ જરા માટે
છે અજંપો અવર્ણનીય, પણ જરા માટે
છે મુસાફર આ અનંત કેરી વાટ તણો
છે માયા આ ચુંબકીય, પણ જરા માટે
છે ધબકાર ભીતરમાં,પણ અવર કાજ
છે પ્રિતમ આ હૃદયપ્રિય, પણ જરા માટે
છે મલકને ઝાઝી, મથામણ હિતદાન
છે જુંબેશ સરાહનીય,પણ જરા માટે