ઉતારો
ઉતારો
1 min
250
જાણે અજાણ્યો અંગત વરતારો થયો,
પીગળ્યો પવન ને સાવ બિચારો થયો,
ગંઠાઈ ગયેલ સોણીત ઉકળ્યુ એકદમ
હૈયાના ધબકાર ને હવે હાશકારો થયો,
સાચવી સાચવી ભરતા જ્યાં ડગલીયા
મૂકી દીધી માજા ને સમય નઠારો થયો,
સૂકાઈ ગયેલા થડીયામાં ફૂટી કુપણીયુ
વસંત ને વ્હાલપ તણો નજારો થયો,
ભર્યા ભર્યા હતા સાવ ખાલી હિતદાન
એક ઓજલ ઉઠાયુ ને ઉતારો થયો.
