મારી ભાષા ગુજરાતી
મારી ભાષા ગુજરાતી
વેણે વૈભવતા ઉપજાવતી, મારી ભાષા ગુજરાતી
લાગણીના લયને લડાવતી, મારી ભાષા ગુજરાતી
શેરી ગરબે તાળી પડાવતી, મારી ભાષા ગુજરાતી
વ્હાલ મા તણો વરસાવતી, મારી ભાષા ગુજરાતી
સહજ સરળતા શોભાવતી, મારી ભાષા ગુજરાતી
પઢે પઢતા પંથ વખણાવતી, મારી ભાષા ગુજરાતી
છંદા ગીત ગઝલ ગવરાવતી, મારી ભાષા ગુજરાતી
કરુણા શોર્યતા શોભાવતી, મારી ભાષા ગુજરાતી
કોઈ માયુસ ને મલકાવતી, મારી ભાષા ગુજરાતી
કોઇ દુબળા ને હરખાવતી, મારી ભાષા ગુજરાતી
અવર્ણનીય સ્નેહ વરસાવતી, મારી ભાષા ગુજરાતી
ગુણ હિતદાન ને ભણાવતી, વ્હાલી ભાષા ગુજરાતી