મોહમાયા
મોહમાયા
કરો વાત દિલની ગભરાયા વગર
એકરાર કરો પણ શરમાયાં વગર,
જોયા પછી તમને વાત લાગે ખોટી
જીવી શકાય છે મોહમાયા વગર,
હતો મેળાવડો છાયામાં આસપાસ
તડકાંમાં હું હતો પડછાયા વગર,
અહમ કોઈનો અહીં ક્યાં સુધી રહેશે ?
ફૂલ કેટલાં રહ્યાં કરમાયા વગર ?
ભૂતકાળને એક શિક્ષક માની ચાલવું
ભણતર ચાલુ રાખવું પસ્તાયા વગર.

