STORYMIRROR

Sanjay Prajapati

Romance

3  

Sanjay Prajapati

Romance

સમય નથી

સમય નથી

1 min
200

હું તારી રાહ જોતો એ મારો સમય હતો, 

હવે, તને મારી સાથે વાત કરવાનો સમય નથી,


મળવાની ઉત્કંઠા બેય પક્ષે સમાન હતી, 

હવે, એકબીજાને સામે જોવાનો સમય નથી,


સલૂણી સંધ્યાએ દરિયા કિનારે બેસતાં, 

હવે, ભીની રેતીમાં પગલાં પાડવાનો સમય નથી,


ઉદ્યાનમાં સુગંધિત પુષ્પગૂચ્છ આપતા, 

હવે, હાથમાં ગુલાબ આપવાનો સમય નથી,


લહેરાતાં રેશમી વાળને પ્રેમથી સજાવતી, 

હવે, બાંધેલા કેશકલાપ છોડવાનો સમય નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance