કરવી છે
કરવી છે
લાગણીની ભાગીદારી મારે તારી સાથે કરવી છે,
પ્રણયનો પમરાટ ભમરા સંગ મધુર ગુંજન કરતા કરતા ફેલાવવો છે,
કહું છું ને મોસમ તો વસંતરુપી ફૂલ બહારની છે,
મનમાં દબાયેલ ભીની ઈચ્છાઓને સુગંધીત કરવી છે,
શાંત ઝરુખે ખોટી વાટ હું જોતી રહું,
પ્રેમની પગદંડી પર ગુલાબ પાથરી સફર કરવી છે,
યાદના અસોપલવના તોરણ સ્વાગત માટે તો છે,
તવ સંગાથ નિરંતર વહેતી પ્રીત કેરી સરિતામાં તરવું છે,
તુજ યાદ રુપી કાજલ લગાવી ભમું છું દિન રાત,
મધુર સ્વપ્નના પગરવ સાથે પ્રીત કરવી છે,
મૌન થઈ હું તારા હૃદયે વસી જાઉં છું,
મુજ પાસ છે કોરું દિલ, બોલ લાગણી તારે ભરવી છે,
ખૂટે નહીં એવો સ્નેહનો ખજાનો રાખું છું મુજ સંગાથ,
જુઠુ બોલી મારે ક્યાં દુનિયાને છેતરવી છે,
પ્રેમમાં ભાગીદારની પ્રિય મજા ઓર છે
ઉછળતી ઉર્મીઓની "પ્રભુ" સંગ વાત કરવી છે.