STORYMIRROR

Anjana Mehta

Others

3  

Anjana Mehta

Others

વીજળીના ચમકારા

વીજળીના ચમકારા

1 min
146

આકાશ પણ આજે ગર્જના 

કરવા લાગ્યુ... 

વીજળીના ચમકારા થવા લાગ્યા.... 

ભગવાન જાણે ગેડી દડો રમવા લાગ્યા. 


વીજળી જાણે મધુર સૂરે ગાવા લાગી. 

વાદળો જાણે ગડગડાટ કરવા લાગ્યા.. 

ને મેઘધનુષથી રંગાયું 

આકાશ કેરું આંગણું.. 


વરસની ત્રણ ઋતુમાં ચોમાસુ મારું એવું કહેવા લાગ્યું ..કે.. . 

 વીજળી મન મૂકીને નાચવા લાગી.... 


 આકાશમાં વીજળીના ચમકારા અને, ધરતી પર મોરના સૂરો રેલાવા લાગ્યા... 

 વાદળ પણ જાણે...મન મૂકીને વરસવા લાગ્યા.... ચાતક પક્ષી પણ......આજે પાણી પીવા લાગ્યુ... 


 ધરતી એ પણ આજે જાણે... 

લીલી ચાદર ઓઢી હોઈ...

 તેવી લાગવા માંડી. 


ખેડૂત પણ ખેતર ખેડી..... 

 વાવેતર કરવા લાગ્યો....

ધરતી જાણે....... 

કાચા સોનાથી છલકાવા લાગી... 


 નદી નાળા છલકાયા ને.....

બાળકો કિલ્લોલ કરવા લાગ્યા.... 

 વીજળીના ચમકારા જાણે......

 લાવી ખુશીનો ખજાનો.


Rate this content
Log in