શિક્ષક
શિક્ષક
જીવનની ક્ષણે ક્ષણ શી રીતે વિતાવવી તેનું સાચું શિક્ષણ આપે તે શિક્ષક,
કલમના "ક"થી શરુ કરી જીવનરૂપી "જ્ઞ" નું શિક્ષણ આપે તે શિક્ષક,
પરીક્ષાના ભારને દૂર કરે અને પરિશ્રમનું મહત્વ સમજાવે તે શિક્ષક,
આજીવિકાની સાથે સાથે આદર્શ જીવન જીવતા શીખવે તે શિક્ષક,
જીવનના દરેક પડાવમાં સાથે ઊભા રહે તે શિક્ષક,
હું છું ને એટલું જ કહેતા તમારામાં ઊભા થઈ દોડવાની શક્તિ આવી જાય, તે શિક્ષક,
જીવ, જગત અને જગદીશની સમજણ આપે તે શિક્ષક,
માટીમાંથી મૂર્તિ બનાવી તેમાં ચૈતન્ય પૂરે તે શિક્ષક.
