STORYMIRROR

Anjana Mehta

Drama

3  

Anjana Mehta

Drama

ઈશ્વર અને પપ્પા

ઈશ્વર અને પપ્પા

2 mins
173

એક પુત્રી માટે પિતા પથદર્શકઃ, આત્મ દર્શક, જીવનદર્શક,અને મુશ્કેલીમાં સૌથી પહેલા યાદ આવતું પાત્ર છે દુનિયા માં દીવો લઈને પણ જો શોધવા નીકળો તો એક બાપ જેવો હીરો દીકરી ને કોઈ શોધીને આપી શકે નહિ. અહીં એક દીકરીએ પોતાના પિતા ને ઈશ્વર કરતા પણ ઉંચુ સ્થાન આપું છે. જેએક દીકરી જે તેના પિતા ને કહે છે તે કદાચ આ પૃથ્વી પર રહતી દરેક દીકરીનો પિતા માટે લખેલ શીલા લેખ પણ હોઈ શકે અને દરેક દીકરીની પિતા માટેની આ જ ભાવના હોઈ શકે..

તો તમે ઈશ્વર કેવી રીતે ? :


પપ્પા, તમે ઈશ્વર નથી. કારણ કે, ઈશ્વર ક્યારેય દેખાતા નથી.

પપ્પા, તમે ઈશ્વર નથી કારણ કે ઈશ્વર હંમેશા મારી દરેક ઈચ્છાઓ પૂરી નથી કરતા.

તો તમે ઈશ્વર કેવી રીતે ?


પપ્પા, તમે ઈશ્વર નથી કારણ કે ઈશ્વર

ઈશ્વર ક્યારેય મારી બાજુમાં બેસી ને, મને સમજાવતા નથી.

પપ્પા, તમે ઈશ્વર નથી કારણ કે ઈશ્વર

મારા ખભ્ભા ઉપર હાથ રાખી ને, ‘હું તારી સાથે છું’ એવું તો કયારેય બોલતા નથી.

તો તમે ઈશ્વર કેવી રીતે ?


પપ્પા, તમે ઈશ્વર નથી કારણ કે

ઈશ્વર ને રોજ મારી ચિંતા નથી થતી. ઈશ્વર તો મારી વાત ન પણ સાંભળે પણ તમે તો હંમેશા મારી વાત સાંભળો છો. 

તો તમે ઈશ્વર કેવી રીતે ? 


પપ્પા, તમે ઈશ્વર નથી કારણ કે ઈશ્વર

હું બોલાવું, તો ઈશ્વર ‘મંદિર’ માં સાવ નવરા હોવા છતાં પણ મંદિર છોડી ને મારી પાસે આવતા નથી. તમે તો ‘ઓફીસ’ નું આટલું કામ પડતું મૂકી ને પણ મારી પાસે આવી જાવ છો. 

તો તમે ઈશ્વર કેવી રીતે ? 


પપ્પા, તમે ઈશ્વર નથી. કારણ કે ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે. તમે તો ફક્ત સુખ જ આપો છો. ..

તો તમે ઈશ્વર કેવી રીતે ?


પપ્પા તમે ઈશ્વર નથી. કારણ કે ઈશ્વર તો કિંમતી આભૂષણ જ પહેરે છે. તમે તો એક જોડ સ્લીપર પણ આખું વરસ પહેરો છો. 

તો તમે ઈશ્વર કેવી રીતે ?


પપ્પા તમે ઈશ્વર નથી કારણ કે ઈશ્વર તો કર્મ મુજબ ફળ આપે છે. તમે તો મારાં સ્વપ્ન પુરા કરવા પુરુષાર્થ કરો છો.

તો તમે ઈશ્વર કેવી રીતે ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama