કૃષ્ણ
કૃષ્ણ


કાળી અંધિયારી રાતમાં,
કંસના કારાવાસમાં,
જન્મે છે એક જુગધાર,
એ મારો નંદનો લાલ છે,
ગોકુળની શેરીઓમાં,
ગ્વાલના એ રૂપમાં,
રાક્ષસોનો જે મારણહાર,
એ મારો જશોદા લાલ છે,
ઘેલું આખું ગામ,
જેની વાંસળીના સૂરનું,
જે છે મનમોહક અને મનોહર,
એ મારો રાધાનો શ્યામ છે,
સ્વીકારી અરજી અક્રૂરની,
એ જાય મથુરા નગરીમાં,
કંસનો જે કરે સંહાર,
એ મારો બ્રજકિશોર છે,
લઈ પક્ષ પાંડવોનો,
કુરુક્ષેત્રના યુદ્ધમાં,
ધર્મની જે કરે છે સ્થાપના પુનઃ,
એ મારો જગન્નાથ છે.