માતા પિતા શોધી રહ્યાં છે
માતા પિતા શોધી રહ્યાં છે

1 min

395
બનાવ્યું હતું જે ઘર એમણે,
સાથે રેહવા માટે,
એ માતા પિતા આજે શોધી રહ્યા છે,
કોઈનો સાથ એ ઘરમાં.
બનાવ્યું હતું જે ઘર એમણે,
સ્નેહ અને પ્રેમથી,
એ માતા પિતા આજે તરવરી રહ્યા,
એ સ્નેહ અને પ્રેમ માટે એ ઘરમાં.
બનાવી હતી ઘણી,
ઓરડીઓ એમણે એ ઘરમાં,
પણ આજે એજ કૈદ થઈ ગયા,
એક ઓરડીમાં.