Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rahul Desai

Tragedy

3  

Rahul Desai

Tragedy

એ દિવસો ગયા

એ દિવસો ગયા

1 min
517

હસતા હતાં સાથે, એ દિવસો ગયા..

રડતા હતાં સાથે, એ દિવસો ગયા..

વહેંચતા નહોતા ફક્ત રમકડાં અને કપડાં

પણ લાગણી પણ વહેંચતા હતાં, એ દિવસો ગયા..

હતાં છળકપટથી દૂર, નહોતું દિલમાં વેર,

નિ:સ્વાર્થ ભાવે અમે રહેતા હતાં, એ દિવસો ગયા..

નાના મોટી દરેક ઉજવણીમાં હતો પરિવાર સાથે,

ધીંગામસ્તી કરતા અમારા, એ દિવસો ગયા..

હવે તો દિલમાં છે વેર અને મનમાં છે ગુસ્સો,

પ્રેમ અને લાગણીની જગ્યાએ નફરતના એ દિવસો રહ્યા..

મળીયે છે જ્યારે સામે, સ્મિત તો નહિ પણ, 

નજર ઝુકાવીને નીકળી જઈએ છે, એ દિવસો રહ્યા..

શું બદલાયું એ ચંચળ બાળપણથી આ યુવાનીમાં, 

કે આજે ફક્ત યાદ કરવાના એ દિવસો રહ્યા.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy