એ કાનુડો જીવી ગયો માણસ થઈને
એ કાનુડો જીવી ગયો માણસ થઈને


આખુ જગ જેની મોરલીના સૂરનો દિવાનો છે,
એ કાનુડો દિવાનો છે રાધાના પ્રેમનો..
દરેક ભારથી જેને લોકોને મુક્ત કર્યા છે,
એ કાનુડો જીવે છે રાધાના વિરહનો ભાર લઈને..
દર્શન માત્રથી જેના માણસ વૈકુંઠ પામે છે,
એ કાનુડો તરસે છે એના મિત્રના દર્શનને..
આખો ગોવર્ધન પર્વત જેણે ઉપાડ્યો છે,
એ કાનુડો રોકી ના શક્યો પોતાના કુળના વિનાશને..
મહાભારતમાં જેણે સમયને રોકીને રાખ્યો છે,
એ કાનુડો ના રોકી શક્યો પોતાની મૃત્યુને..
વિષ્ણુનો અવતાર થઈને જેને જન્મ લીધો છે,
એ કાનુડો જીવી ગયો આ સંસારમાં માણસ થઈને.