જવાબ છે?
જવાબ છે?


આજ યુગમાં માં-બાપનું ગૌરવ જાળવવા,
કોલ્હૂનાં બૈલની જેમ ઘસાતો બાળક,
પૂછે છે, આ બાળપણ એટલે શું ?
સવારે સ્કૂલ, બપોરે ટયુશન્સ,
સાંજના બીજા અવનવા કલાસીસમાં બંધાયેલો બાળક,
પૂછે છે, આ બાળપણ એટલે શું ?
નિશાળ અને ટયુશન્સનાં દફતરનો બોજ,
માતા-પિતાનાં અપેક્ષાઓનાં વજન તળે દબાયેલો બાળક,
પૂછે છે, આ બાળપણ એટલે શું ?
ડાયેટનાં નામે બંધાયેલું એનું ભોજન,
ઘડિયાળનાં કાંટે બંધાયેલો એનો દિવસ જોઈને બાળક,
પૂછે છે, આ બાળપણ એટલે શું ?
સવાર થઈ, સાંજ થઈ, રાત થઈ,
પણ તમારી અપેક્ષાઓ તો વધતીજ ગઈ,
ના સમજાયું તમને શું વીતતું હશે એ કોમળ મન પર,
તમારી અગણિત અપેક્ષાઓને પૂરી કરવામાં વ્યસ્ત એ બાળક,
એક દિવસ જરૂર પૂછશે, "આ બાળપણ એટલે શું ?", એનો "જવાબ છે?"