ખબરજ ના પડી
ખબરજ ના પડી
ખબરજ ના પડી કે ક્યારે નિ:સ્વાર્થ ભાવે હસતા રમતા અમે આજે અમે સ્વાર્થી બની ગયા અને રહી ગયું એ બાળપણ આ હૃદયમાં કૈદ થઈને.
ખબરજ ના પડી કે ક્યારે અમે જે હતા કાકા બાપાના દીકરા જે રહેતા હતા સાથે એ આજે એકાએક અજાણ્યા બની ગયા કે રસ્તામાં ભટકાય તોય ના સમજાય ઓળખાણ.
ખબરજ ના પડી ક્યારે રમકડાંથી રમતા રમતા લાગણીથી રમવા લાગ્યા.
ખબરજ ના પડી કે ક્યારે નાનપણમાં એક બીજાના કપડાં, રમકડાં વહેચતાં- વહેચતાં, અમારી લાગણીઓનો જ બટ્વારો થઈ ગયો. એજ લાગણી આજે મીઠી યાદ બનીને વસી ગઈ છે આ મનમાં.
આ બધું જોઈ અને વિચારીને એક સવાલ ઊઠે છે મનમાં, શું સાચ્ચે હતો આ પરિવાર એક સાથે, જે આજે કેદ છે ફક્ત એક જૂની કેસેટમાં.
સમજ નહોતી કોઈને લડવાની કે છળકપટ કરવાની, શું આ સંપત્તિનો લોભ લાગ્યો આ પરિવારને ?
કેમ નથી સમજતો આ માનવી કે પરિવાર પહેલા આવે અને પછી સંપતિ.. પરિવાર નહીં રહે તો શું કરશે આ સંપત્તિનું?