શું ખબર કાલ આવશે પણ કે નહીં..
શું ખબર કાલ આવશે પણ કે નહીં..
મળ્યો છે આ દિવસ આજનો, જીવી લે આજે,
શું ખબર કાલ આવશે પણ કે નહીં.
મળ્યો છે આ દિવસ આજનો,
ભુલ બધી ઘૃણા અને અપનાવી લે પ્રેમભાવને ,
શું ખબર કાલ આવશે પણ કે નહીં.
મળ્યો છે આ દિવસ આજનો,
સમેટી લે વિખરાયેલા સંબંધોને,
શું ખબર કાલ આવશે પણ કે નહીં.
મળ્યો છે આ દિવસ આજનો,
મનાવી લે તારાથી રૂઠેલા લોકોને,
શું ખબર કાલ આવશે પણ કે નહીં.
મળ્યો છે આ દિવસ આજનો,
વાત કરી લે બે ઘડી એ લોકોથી જે તને પ્રેમ કરે છે,
શું ખબર કાલ આવશે પણ કે નહીં.
મળ્યો છે આ દિવસ આજનો,
નમન કરી લે એ પરમાત્મા ને,
શું ખબર કાલ આવશે પણ કે નહીં.
મળ્યો છે આ દિવસ આજનો,
બની જા કારણ લોકોના મુખ પરનાં સ્મિતનું,
શું ખબર કાલ આવશે પણ કે નહીં.
મળ્યો છે આ દિવસ આજનો,
તો રમી લે આ ઝીંદગીનો જુગાર શાનથી,
શું ખબર કાલ આવશે પણ કે નહીં.