Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rahul Desai

Romance

2  

Rahul Desai

Romance

ચાલ એ જીવન પાછું જીવીએ

ચાલ એ જીવન પાછું જીવીએ

1 min
189


ચાલ એક પળ સાથે હસીએ,

ચાલ એક પળ સાથે રડીએ,

ભૂલીને બધા તકરાર,

ચાલ એ જીવન પાછું જીવીએ.


થોડુંક તું રિસાય,

થોડુંક હું તને મનાવું,

ભૂલી ને બધો અહમ,

ચાલ એ જીવન પાછું જીવીએ.


ક્ષિતિજે આથમતો સૂરજ છે,

લહેરાતી ઠંડી હવા છે,

એકમેકની બાહોમાં ભૂલીને દિવસભરનો થાક,

ચાલ એ જીવન પાછું જીવીએ.


પંખીઓનો મીઠો કલરવ છે,

વહેતી પુષ્પની મીઠી સુગંધ છે,

હાથમાં હાથ દઈ, સ્પર્શ કરીએ એકમેકના હોઠને,

ચાલ એ જીવન પાછું જીવીએ.


કૉલેજ અને ક્લાસિસના બહાને પાછા મળીયે,

ચાલ એજ ટોકીઝમાં સાથે પિક્ચર જોઈએ,

ભૂલો લોકોની ચિંતા,

ચાલ એ જીવન પાછું જીવીએ.


એકજ કપમાં ફરી સાથે ચ્હાનો આનંદ માણીએ,

એજ રેકડી પર પાછા મળીયે,

હતો જે ક્યારેક આપણો મિટિંગ પોઈન્ટ,

ચાલ એ જીવન પાછું જીવીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance