STORYMIRROR

Rohit Prajapati

Romance

4  

Rohit Prajapati

Romance

યાદમાં હતા...

યાદમાં હતા...

1 min
492

આજ સુધી ફરિયાદમાં હતા,

પણ ખબર નહોતી કે તમે યાદમાં પણ હતા.!


એટલા નજીક કે વિખવાદમાં હતા,

પણ તમે તો હરદમ મારા મૌન સંવાદમાં હતા.!


પ્રેમ હતો ત્યારે તો દેશમાં હતા,

પણ રૂહમાં વસ્યા ત્યારે જાણે પરદેશમાં હતા.!


હું તો છું ગાંડી ઘેલી એટલી કે ધબકારમાં હતા,

પણ તમે કેમ ના સમજ્યાં કે તમે હૈયાના વસવાટમાં હતા.!


અધૂરું પૂરું કરવાની ફીરાકમાં હતા,

ત્યાંજ સાંભળ્યું કે તમે તો એકલી મેલી નવા પ્રવાસમાં હતા.!


હું કહેતી રહી ગઈ કે તમે શ્વાસમાં હતા,

ત્યાંજ દિલ ધબકારો ચૂક્યું ને થયું આપણે પ્રણયના એકાંતમાં હતા.!


Rate this content
Log in

Similar gujarati poem from Romance