STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance

4  

ચૈતન્ય જોષી

Romance

હે હરિવર....!

હે હરિવર....!

1 min
389

જીવન જીવવાનું મનોબળ પાડે છે પૂરું સ્મરણ તારું. 

પછી ક્યાંય કશુંએ ના રહી જતું અધૂરું સ્મરણ તારું. 


સુખદુઃખની જીવનની ઘટમાળ હો વિચલિત કરનારી,

તોય કોઈ પણ કદીએ ના કરી શકે બૂરું સ્મરણ તારું. 


તાટસ્થ્ય કેળવાય મનનું સહજ તારી કૃપા વરસતાંને,

હરિવર તારા વિયોગમાં ઉરભાવથી ઝૂરું સ્મરણ તારું. 


હરપળ મારી નિજાનંદે મહાસુખમય વીતે જિંદગાની,

હું તો અંતરની આરઝૂ તુજ ચરણમાં ધરું સ્મરણ તારું. 


ના સતાવે કામક્રોધાદિક ષડરિપુને નિર્મળતા હો મનની,

ના હો ચિંતા પરિણામની તું કરે તે જ ખરું સ્મરણ તારું. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance