એ પોતાની ઓળખ ભૂલ્યો છે
એ પોતાની ઓળખ ભૂલ્યો છે
રાત દિવસ ભાગે છે માણસ એની ઓળખાણ બનાવવા,
પણ વિચારતો નથી એ શાંત મગજ થી, કે એ ભાગમભાગમાં એ પોતાની ઓળખ ભૂલ્યો છે...
રાત દિવસ ભાગે છે માણસ સફળતાની ચરમસીમા પામવા,
પણ વિચારતો નથી એ શાંત મગજથી, કે એ ભાગમભાગમાં એ પ્રેમની પરિભાષા ભૂલ્યો છે..
રાત દિવસ ભાગે છે માણસ એની કાલને વધુ સુખમય બનાવવા,
પણ વિચારતો નથી એ શાંત મગજથી, કે એ ભાગમભાગમાં એ આજનું સુખ ભોગવવાનું ભૂલ્યો છે..
રાત દિવસ ભાગે છે માણસ વધુમા વધુ ધન કમાવા,
પણ વિચારતો નથી એ શાંત મગજથી, કે એ ભાગમભાગમાં એ પોતાના લોકોને ભૂલ્યો છે..
માટે જ કહું છું,
હે માનવ મગજ ને શાંત કર અને વિચાર કર કે આ જગત ને તારી સફળતા કરતા તારા સ્નેહની જરૂર છે,
તારા ધન કરતા તારા પ્રેમની જરૂર છે.. તારી કાલ કરતા તારા આજની જરૂર છે.