વિરહ
વિરહ
અષાઢી આભલાનાં, આછા અજવાળે,
મોગરે મન મારું મલકાણું.
પાતળા પવનની, પીઠ પછવાડે,
સુગન્ધની સરવાણીએ છલકાણું.
નીરખ્યા નયનના, નગ્ન નખરાળે,
ફાગણના ફૂલ જેમ ફોરમાણુ.
લીલા લીલા લહેરિયાના, લીલા લટકાળે,
લોચનીયું આજ મારું લોભાણું.
લાલ હોઠની, રાતી મધરાળે,
ચુંબન ચુપકીથી આજ ચોરાણું.
વિચાર વમળના, વિયોગી વંટોળે,
જોબન કોણ જાણે? આજ ઝંખવાણું.
ઘાયલ ઘટડાની, ઊંચી ઘટમાળુ,
વિરહની વેદના તો હું 'મિલન'
જાણું.

