STORYMIRROR

chetan kapadiya

Romance

4  

chetan kapadiya

Romance

તું જો હોય ખુશ તો

તું જો હોય ખુશ તો

1 min
606

તું જો હોય ખુશ તો હું તારું સ્મિત બની જાઉં, 

લોકો પૂછે કારણ ને હું એ કારણ બની જાઉં,

         

તું જો હોય દુઃખી તો હું આંસુ બની જાઉં, 

લોકો પૂછે માંગણી ને હું લાગણી બની જાઉં, 


તું જો બોલે વાર્તા તો હું પાત્ર બની જાઉં, 

લોકો સાંભળે શબ્દો ને હું અવાજ બની જાઉં,


તું જો કરે નૃત્ય તો હું સંગીત બની જાઉં,

રણકે તારી પાયલ ને હું થનકાર બની જાઉં,


તું જો જીવન જાય છોડી તો હું શ્વાસ બની જાઉં, 

લોકો જુએ તને 'ચેતન' ને હું ચેતના બની જાઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance