STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance

4  

ચૈતન્ય જોષી

Romance

ભાગ્યરેખા

ભાગ્યરેખા

1 min
378

બનીને ભાગ્યરેખા તું આવી મારાં આંગણે.

સપ્તરંગી સ્વપ્નોને સજાવી મારાં આંગણે.


નયનની જુગલબંધીથી થયું આકર્ષણ કેવું! 

મારાં પ્રારબ્ધને દીધું પલટાવી મારાં આંગણે.


નવો અધ્યાય થયો શરુ તુજ આગમન થતાં, 

સ્નેહસુધાને વર્તને છલકાવી મારાં આંગણે.


દામ્પત્ય ઊભયનું જાણે નવજીવનને બક્ષતું,

દીધું રખેને નૈરાશ્ય દફનાવી મારાં આંગણે. 


યૌવન તો ઠીક ઉન્માદને ઉત્સાહનો અવસર,

પ્રૌઢત્વને વાર્ધક્યમાં પણ ફાવી મારાં આંગણે. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance